વિદેશ જવાની લાલચ આપી છેતરપિંડી,ફિનલેન્ડ અને બોસ્નિયાના વર્ક વિઝાના બહાને 16 લાખની ઠગાઈ

0
8

અમદાવાદ।મુંબઈના એરક્રેન ઓવરસીસના 2 ભાગીદાર અને મૅનેજરે 6 ગ્રાહકને ફિનલેન્ડ અને બોસ્નિયાના વર્ક વિઝા અપાવવાના બહાને રૂ. 16 લાખ લીધા હતા. જોકે 3થી 4 મહિનામાં 100 ટકા વિઝા અપાવવાની બાંહેધરી આપી હોવા છતાં દોઢ વર્ષ પછી પણ વિઝા આવ્યા નહોતા. આથી ઘાટલોડિયા પોલીસે કંપનીની મહિલા સહિત 2 ભાગીદાર અને મૅનેજર સાથે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

નારણપુરાના વિઝા સલાહકાર દેવાંગ ઉપાધ્યાયે મુંબઈની વિઝા કન્સલ્ટન્ટી આરક્રેન ઓવરસીસના માલિક સોનાલી ચંદાણી, દિશાંત મણિયાર અને મૅનેજર રાફેલ રાજપૂત સાથે વિઝા માટે વાત કરી હતી. ત્રણેયે 3થી 4 મહિનામાં વર્ક પરમીટ વિઝા અપાવવાની વાત કરીને વિઝાની કૉપી બતાવી હતી.

આથી દેવાંગભાઈએ તેમના 6 ગ્રાહકના વિઝાની ફાઈલ આપી હતી સાથે જ રૂ. 16 લાખ આપ્યા હતા. જોકે દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં દેવાંગભાઈના 6 ગ્રાહકના વિઝા આવ્યા ન હતા।


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here