અમદાવાદ,ગુજરાત।પોલીસ કમિશ્નનર જી.એસ.મલિક અ.વાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ શ્રી નિરજ બડગુજર નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નનર ઝોન-૩ શ્રી રૂપલ સોલંકીનાઓએ ઝોન-૩ વિસ્તાર માં આગામી ઉત્તરાયણના તહેવાર અનુસંધાને મે.પોલીસ કમિશ્નરશ્રીના જાહેરનામા માં જણાવ્યા મુજબ ચાઇનીઝ દોરા, ચાઇનીઝ તુક્કલ વિગેરેનુ ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા ઉપર પ્રતિબંધ મુકેલ હોય જે જાહેરનામાનો કડક અમલ કરાવવા સુચના કરી માર્ગદર્શન આપેલ.
ઉપરોક્ત સુચના અન્વયે ઝોન-3 LCB સ્ક્વોડ ના પો.સબ.ઇન્સ. વી.એચ.રાઠોડ તથા સ્ટાફના માણસો ઉપરોક્ત મુજબની કામગીરી અર્થે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન કાલુપુર પોલીસ સ્ટેશન ચાર રસ્તા પાસે આવતા સાથેના હે.કો. સંદિપભાઇ બાબુભાઇ બ.નં.૪૯૨૦ તથા પો.કો. નરેશભાઇ બળવંતભાઇ બ.નં.૫૩૩૯ નાઓની સંયુક્ત બાતમી હકિકત આધારે ઈસમ નામે મહોમ્મદ ફુરકાન સ/ઓ મહોમ્મદ હુસેન જાતે.શેખ ઉ.વ.૨૮ રહે. મ.નં.૧૩૫૯, ગલી નંબર ૫ મોલની પોળ, સકરખાન મસ્જીદની આગળ, દરીયાપુર, અમદાવાદને મકાન નંબર ૧૬૬૪ ખુશ કુલ્લાની પોળ, કાલુપુર ટંકશાળની પોળ પાસે, કાલુપુર અમદાવાદ ખાતે પોતાના કબજામાં પ્રતીબંધીત ચાઇનીઝ દોરીની રીલ (ફીરકી) નંગ ૪૩૨ જેની કિં.રૂ ૧,૦૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી સદરી ઈસમને તા.૦૭/૧૨/૨૦૨૫ના કલાક ૧૯/૪૫ વાગે અટક કરી કાલુપુર પો.સ્ટે ગુ.ર.નં નં
૧૧૧૯૧૦૨૬૨૫૦૨૬૮/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૨૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૧૩,૧૩૧,૧૧૭ મુજબ ફરીયાદ નોંધાવી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તા.૦૭/૧૨/૨૦૨૫।




