પત્રકાર એકતા પરિષદ અમદાવાદ દ્વારા આજરોજ તા. ૧૭-૧૧-૨૫ ને સોમવાર ના રોજ જૂના સર્કિટ હાઉસ, શાહીબાગ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં પરિષદના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા।
કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ, રિતેન્દ્ર સિંહ ઝાલા, કોકિલાબેન, વિષ્ણુભાઈ પ્રજાપતિ, કમલેશભાઈ પટેલ, ગૌતમભાઈ બારોટ અને સૌ હોદ્દેદારોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરી હતી..
આ કાર્યક્રમની શુભ શરૂઆતમાં પ્રમુખશ્રીએ સૌ હોદ્દેદારોને નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી હતી અને આગામી દિવસોમાં અધિવેશનની તૈયારીના ભાગ રૂપે ચર્ચા વિચારણા કરી હતી સાથે સાથે વર્ષ દરમ્યાન હાથ ધરેલ કામગીરીની સમીક્ષા કરી હતી, પત્રકારોને પડતી સમસ્યાનો બાબતે અને સરકારી કચેરીઓમાં જે જે લાભો મળી રહ્યા છે તે બાબતે જવાબદાર તંત્રમાં રજૂઆતો કરવા છતાં યોગ્ય નિકાલ નહી આવવાને કારણે ચોક્કસ કામગીરી થઈ શકે તે માટે અલગ અલગ કમિટીઓ બનાવી, હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવી હતી અને કાર્યક્રમના અંતે વસંતભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા આભાર વિધિ કરી, સૌ હોદ્દેદારોએ સાથે ભોજન લઇ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો।





