અમદાવાદ ,ગુજરાત।પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એચ ડીવિઝન નાઓ તરફથી મળતી સુચનાઓ જેમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ આચરતા ઈસમો વિરૂધ્ધ સખત પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે મળેલ સુચના આધારે અમો પોલીસ ઈન્સ્પેકટર ડી.વી.રાણા નાઓના સીધા માર્ગદર્શન અને સુચના આધારે. ગઈ તા-૨૭/૧૦/૨૦૨૫ ના રોજ સવારના કલાક-૦૯/૦૦ થી ૧૦/૦૦ વાગ્યા દરમ્યાનમા ગોમતીપુર સેલવેશન આર્મી
રેલ્વે ચર્ચની સામે આવેલ એલ.જી.-૫ ઓફીસ ખાતે દિવાલને અડીને જાહેરમાથી બુલેટ ટ્રેનના બ્રીજના બાંધકામમા વપરાતી લોખંડની એમ.એસ.પ્લેટ કુલ-૩ પ્લેટ, જે એક લોખંડની એમ.એસ.પ્લેટનુ આશરે વજન ૩૧ કિલોગ્રામ કિ.રૂ.૭૫૦૦/- ની ગણાય તે, કુલ્લે ૩ લોખંડની એમ.એસ.પ્લેટ કુલ્લે કિ.રૂ.૨૨૫૦૦/- ની કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી લઈ ગયેલ હોવાની ફરીયાદીશ્રીની ફરીયાદ હકીકત આધારે ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ૨નં૧૧૧૯૧૦૧૮૨૫૧૧૪૧/ ૨૦૨૫ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ – ૩૦૩ (૨) મુજબનો ગુનો દાખલ કરવામા આવેલ છે.
આ ગુનાની તપાસ દરમ્યાનમાં પો.કો. હર્ષદભાઈ ભીખાભાઈ તથા પો.કો. નરેશકુમાર ચંદુભાઈ નાઓએ ગુનાવાળી જગ્યાથી હ્યુમન સોર્સીસ આધારે તથા અલગ અલગ સી.સી.ટી.વી કેમેરાના ફુટેજ તપાસી સંયુકત બાતમી હકીકત મેળવી ચોરીએ ગયેલ લોખંડની એમ.એસ.પ્લેટ નંગ- ૦૩ કુલ્લે કિ.રૂ.૨૨૫૦૦/- ના મુદ્દામાલ સાથે ગુનાવાળી નજીક આવેલ ગોમતીપુર ખેતરશા બાવાની ચાલીમા રહેતો આરોપી શરીફ ઉર્ફે ઈરફાન ઉર્ફે પાંચીયા સ/ઓ ઝાહીદભાઈ ઉર્ફે જાવેદભાઈ શેખ નાને તેના ઘરેથી શોધી કાઢી ચોરીએ ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી આરોપી અટક કરી ચોરીનો વણશોધાયેલ ગુનો ડીટેકટ કરવામા આવેલ છે.
તા-૨૮/૧૦/૨૦૨૫ કલાક.-૨૦/૦૦ વાગે અટક કરેલ આરોપીનુ નામ :
શરીફ ઉર્ફે ઈરફાન ઉર્ફે પાંચીયા સ/ઓ ઝાહીદભાઈ ઉર્ફે જાવેદભાઈ શેખ ઉ.વ.૨૭ ધંધો.છુટક મજુરી રહે, ખેતરશાબાવાની ચાલીના છાપરા મરીયમબીબીની ચાલી પાસે ગોમતીપુર અમદાવાદ શહેર
શોધાયેલ ગુ.ર.નં. તથા કલમ:
ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ૨નં.૧૧૧૯૧૦૧૮૨૫૧૧૪૧/ ૨૦૨૫ ધી ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ -૩૦૩
(૨) મુજબ
રીકવર કરેલ મુદ્દામાલ :
લોખંડની એમ.એસ.પ્લેટ નંગ- ૩ (એક પ્લેટ ની કિ.રૂ.૭૫૦૦/- વજન ૩૧ કિગ્રા) કુલ્લે કિ.રૂ.૨૨૫૦૦/- નો મુદ્દામાલ
આરોપીનો ગુનાહિત ઈતિહાસ:
(૧) ગોમતીપુર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.૨ નં.૫૧૯૦/૨૦૧૭ ધી પ્રોહી એકટ કલમ-૧૧૬ (૧)(બી), ૬૫(એ), ૬૫(ઈ), ૬૬(૧)(બી),૮૧ મુજબ
(૨) ગોમતીપુર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.૨નં.૫૦૪૯/૨૦૧૯ ધી પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઈ), ૬૬ (૧)(બી) મુજબ
( ૩) ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૮૨૩૦૮૦૮/૨૦૨૩ ધી પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઈ),૬૬ (૧)(બી) મુજબ
(૪) વેજલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૨૧૦૭૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૩૦૭,૩૨૩, ૩૨૪, ૩૨૫, ૪૨૭,૫૦૬(૨), ૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ- ૧૩૫(૧) મુજબ
(૫) વેજલપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૮૨૩૦૭૫૪/૨૦૨૩ થી પ્રોહી એકટ કલમ-૬૫(એ)(ઈ), ૬૬ (૧)(બી) મુજબ
(૬) ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૮૨૫૦૮૬૩/૨૦૨૩ ધી પ્રોહી એકટ કલમ-૬૬(૧)(બી),૮૫ (૧) તથા જી.પી.એકટ કલમ-
૧૧૦,૧૧૭ મુજબ
@ કામગીરી કરનાર આણ/કર્મચારી
(૧) શ્રી ડી.બી.મહીડા સર્વેલન્સ સ્કોડ પો.સબ.ઈન્સ
(૨) હે.કો સાદીકથા બિસ્મિલ્લાશા
(૩) પો.કો.હર્ષદભાઈ ભીખાભાઈ (બાતમી હકીકત)
(૪) પો.કો નરેશભાઈ ચંદુભાઈ (બાતમી હકીકત)
(૫) પો.કો.અપુર્વ ગીરીશભાઈ
(ડી.વી.રાણા) પોલીસ ઈન્સ્પેક્ટર ગોમતીપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર




