ખુનના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકમા શોધી કાઢતી ગોમતીપુર પોલીસ તથા એલ સી.બી.ઝોન – ૫ સ્કોડ

0
132

અમદાવાદ, ગુજરાત ।પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી “એચ” ડીવિઝન નાઓ તરફથી મળતી સુચનાઓ જેમાં શરીરસંબંધી ગુનો આચરતા અને જાહેરમા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ઉલ્લઘન કરતા ઈસમો વિરૂધ્ધ સખત પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે મળેલ સુચના આધારે અમો પોલીસ ઈન્સ્પેકટર ડી.વી. રાણા નાઓના સીધા માર્ગદર્શન અને સુચના આધારે. ગઈ તા-૦૯/૧૦/૨૦૨૫ ના કલાક-૦૪/૩૦ વાગ્યાની આસપાસ આ કામના આરોપીઓ (૧) લવકુશ ઉર્ફે હનીસિંગ ગણેશભાઇ રાજપુત તથા (૨) કેતન ઉર્ફે જયંતિ પ્રવિણભાઇ પરમાર નાઓએ ફરિયાદીશ્રી નાઓના ઘરમા પ્રવેશ કરી કોઇ કારણસર ફરિયાદીશ્રીના દિકરા રાહુલ ઉર્ફે ટેમરો ને જાનથી મારી નાંખવાના ઇરાદાથી તેમના ઘરના આગળ ના ભાગે ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારથી પેટના ભાગે જીવલેણ ઈજાઓ કરી નાસી જઈ ગુનો કરેલ હોય જે ફરીયાદીની ફરીયાદ હકીકત આધારે અત્રે ગોમતીપુર પો.સ્ટે ગુ.૨નં-૧૧૧૯૧૦૧૮૨૫૧૦૮૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ -૧૦૯(૧),૩૩૨(એ),૫૪તથા જી.પી.એકટ ૧૩૫(૧) મુજબનો ગુનો રજીસ્ટર કરેલ અને ઈજા પામનાર રાહુલ ઉર્ફે ટેમરો સ/ઓ ગોપાલભાઇ બાબુભાઇ પટણી સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર દરમ્યાન તા-૦૯/૧૦/૨૦૨૫ ના કલાક-૧૭/૦૦ વાગે મરણ ગયેલ હોય આ ગુનાની FIR મા ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૧૦૩(૧) મુજબનો ઉમેરો થવા કાર્યવાહી કરેલ છે. આ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારૂ સર્વેલેન્સ સ્કોડની ટીમ બનાવી જે ગુનાની તપાસ દરમ્યાનમા હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસ આધારે સર્વેલેન્સ સ્કોડના અ.હે.કો રજનીકાંત ડાહ્યાભાઈ તથા અ.હે.કો સાદિકશા બિસ્મિલ્લાશા નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળતા ગોમતીપુર સર્વેલેન્સ સ્કોડ ટીમ તથા એલ.સી.બી ઝોન- ૫ સ્કોડ ની સંયુક્ત કામગીરીથી ગુનામા સંડોવાયેલ બન્ને આરોપીઓને ગણતરીના કલાકોમા પકડી પાડી અટક કરી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.

તારીખ-૧૦/૧૦/૨૦૨૫ ના કલાક-૧૭/૧૫ વાગ્યે પકડી અટક કરેલ આરોપીઓના નામ :

(૧) લવકુશ ઉર્ફે હનીસિંગ સ/ઓ ગણેશભાઈ નાથુલાલ રાજપુત ઉવ-૨૨ રહે- બ્લોક નં-૭ ગ્રાઉન્ડ ફલોર રાજીવનગર જનરલ હોસ્પિટલની બાજુમા રખિયાલ અમદાવાદ શહેર

(૨) કેતન ઉર્ફે જયંતી સ/ઓ પ્રવિણભાઈ મંગળદાસ પરમાર ઉવ-૨૮ રહે-૯/૯૯ રાજીવનગર જનરલ હોસ્પિટલ પાસે રખિયાલ રોડ રખિયાલ અમદાવાદ શહેર

ગુનાહિત ઈતિહાસ

(૧) લવકુશ ઉર્ફે હનીસિંગ સ/ઓ ગણેશભાઇ નાથુલાલ રાજપુતની વિરૂધ્ધ અગાઉ ખુન ની કોશીસ – ૧,મારામારી-૬, ધાડ – ૧ ગુના

દાખલ થયેલ છે. તથા પાસા હેઠળ અટકાયતી પગલા લેવામા આવેલ છે.

(૨) કેતન ઉર્ફે જયંતી સ/ઓ પ્રવિણભાઈ મંગળદાસ પરમાર ની વિરૂધ્ધ અગાઉ ખુન- ૨, મારામારી-૫, મિલકત સંબંધી(ઘરફોડ ચોરી

ગુનાહિત ઈતિહાસ

(૧) લવકુશ ઉર્ફે હનીસિંગ સ/ઓ ગણેશભાઇ નાથુલાલ રાજપુતની વિરૂધ્ધ અગાઉ ખુન ની કોશીસ- ૧, મારામારી-૬, ધાડ – ૧ ગુના દાખલ થયેલ છે, તથા પાસા હેઠળ અટકાયતી પગલા લેવામા આવેલ છે.

(૨) કેતન ઉર્ફે જયંતી સ/ઓ પ્રવિણભાઈ મંગળદાસ પરમાર ની વિરૂધ્ધ અગાઉ ખુન- ૨, મારામારી-૫, મિલકત સંબંધી(ઘરફોડ ચોરી લુંટ ધાડ) – ૮ ગુના દાખલ થયેલ છે. તથા તડીપાર અને પાસા હેઠળ અટકાયતી પગલા લેવામા આવેલ છે.

@ કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

(૧) શ્રી ડી.બી.મહીડા પો.સબ.ઈન્સ સર્વેલેન્સ સ્કોડ

(૨) શ્રી એસ.કે.પટેલ એલ.સી.બી. ઝોન-૫ સ્કોડ તથા ટીમ

(૩) અ.હે.કો રજનીકાંત ડાહ્યાભાઈ (બાતમી હકીકત)

(૪) અ.હે.કો સાદિકશા બિસ્મિલ્લાશા (બાતમી હકીકત)

(૫) અ.હે.કો વિજેન્દ્ર ભવરલાલ

(૬) પો.કો ધવલકુમાર ઘનશ્યામભાઈ

(૭) પો.કો.કનુભાઈ દાજીભાઈ

(૮) પો.કો. જીગ્નેશકુમાર ઝીણાભાઇ

(૯) પો.કો. દિલીપભાઈ કાંતિભાઈ

(ડી.વી.રાણા)પોલીસ ઈન્સ્પેક્ટર ગોમતીપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here