રિક્ષા ચોરી ના – ૫ અન્ડીટેકટ ગુના ડીટેકટ કરતી ગોમતીપુર પોલીસ

0
203

અમદાવાદ,ગુજરાત।પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એચ ડીવિઝન નાઓ તરફથી મળતી સુચનાઓ જેમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે મળેલ સુચના આધારે અમો પોલીસ ઈન્સ્પેકટર ડી.વી.રાણા નાઓના સીધા માર્ગદર્શન અને સુચના આધારે.

ફરિયાદીશ્રી મોહમદ ફેસલ સ/ઓ સહેજાદ અહેમદ અખતર હુસૈન અંસારી રહે.ચોકસીની ચાલી હાથીખાઈ ગોમતીપુર અમદાવાદ શહેર નાઓની ફરિયાદના કામે તા-૨૯/૦૯/૨૦૨૫ ના કલાક ૨૩/૩૦ થી તા-૩૦/૦૯/૨૦૨૫ ના સવાર ના કલાક-૦૬/૦૦ વાગ્યા દરમ્યાનમા કોઇ પણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીશ્રીની બજાજ કંપનીની ઈકો ગ્રીન કલરની સી.એન.જી ઓટો રિક્ષા જેનો આર.ટી.ઓ નંબર. GJ.01.BZ.2745 નો છે, જે વર્ષ ૨૦૧૦ ના મોડલની છે જેનો એન્જીન નંબર.AEMBSK82386 તથા ચેસીસ નંબર. D2AA24ZZS WK77730 જેની હાલની કિ.રૂ.૩૦૦૦૦/- ચોરી કરી લઈ ગયેલ હોવાની જાહેરાત કરતા અત્રે ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૮૨૫૧૦૯૩/૨૦૨૫ ધી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબનો ગુનો દાખલ કરવામા આવેલ.

આ ગુનાની તપાસ ચાલુ હતી દરમ્યાનમા પો.કો હર્ષદભાઈ ભીખાભાઈ તથા પો.કો. નરેશકુમાર ચંદુભાઈ નાઓએ ગુનાવાળી જગ્યાથી શરૂ કરી આરોપીઓનુ પગેરૂ મેળવવા માટે તપાસેલ ૫૦ થી વધુ સી.સી.ટી.વી કેમેરાની હકીકત તથા હ્યુમન સોર્સીસથી બાતમી હકીકત મેળવી રિક્ષા ચોરી કરનાર આરોપીઓ (૧) સમીર સ/ઓ અબ્બાસ અલી અજગર અલી શેખ તથા (૨) આકીબ ઉર્ફે ગની સ/ઓ ગનીભાઈ બેલીમ નાઓને ચોરી કરેલ સી.એન.જી ઓટો રિક્ષા કુલ્લે- ૫ સાથે શોધી કાઢી (૧) શહેર કોટડા પોલીસ સ્ટેશનના – ૩ ગુના તથા (૨) ખેડાના માતર પોલીસ સ્ટેશનનો – ૧ ગુનો તથા (૩) ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ૧ ગુનો મળી કુલ્લે- ૫ ગુના શોધી કાઢી ચોરીએ ગયેલ મુદ્દામાલ રીકવર કરી આરોપીઓ અટક કરી રિક્ષા ચોરીના વણશોધાયેલ

ગુનાઓ ડીટેકટ કરવામા આવેલ છે. તા-૧૧/૧૦/૨૦૨૫ કલાક.-૨૩/૦૦ વાગે અટક કરેલ આરોપીઓના નામ :

(૧) સમીર સ/ઓ અબ્બાસ અલી અજગર અલી શેખ ઉ.વ.૨૨ ધંધો.છુટક મજુરી રહે.મ.નં. ૬, સંજર પાર્ક – ૧, ફૈસલ નગર બોમ્બે હોટલ, અક્ષા મસ્જીદની બાજુમા બેરન માર્કેટ દાણીલીમડા અમદાવાદ શહેર

(૨) આકીબ ઉર્ફે ગની સ/ઓ ગનીભાઈ બેલીમ ઉ.વ.૨૫ ધંધો.છુટક મજુરી રહે.એકતા નગરના છાપરા પાણીની ટાંકી પાસે,દાણીલીમડા,અમદાવાદ શહેર

શોધાયેલ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.તથા કલમ।

(૧) ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૮૨૫૧૦૯૩ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબ

(૨) શહેરકોટડા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૧૨૫૦૮૫૦ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩ (૨) મુજબ

(૩) શહેરકોટડા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૧૨૫૦૮૪૮ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩ (૨) મુજબ

(૪) શહેરકોટડા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૧૦૪૧૨૫૦૮૫૭ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩ (૨) મુજબ

(૫) માતર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૨૦૪૦૪૦૨૫૦૨૭૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩ (૨) મુજબ

@ કામગીરી કરનાર અધિ/કર્મચારી

(૧) શ્રી ડી.બી.મહીડા પો.સબ.ઈન્સ (આરોપીઓ અટક કરનાર ત.ક.અધિકારી)

(૨) હે.કો સાદીકશા બિસ્મિલ્લાશા

(૩) પો.કો.હર્ષદભાઈ ભીખાભાઈ (બાતમી હકીકત)

(૪) પો.કો નરેશભાઈ ચંદુભાઈ (બાતમી હકીકત)

(૫) પો.કો.અપુર્વ ગીરીશભાઈ

(ડી.વી.રાણા) પોલીસ ઈન્સ્પેક્ટર ગોમતીપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here