ઈંગ્લિશ દારૂનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી રામોલ પોલીસ

0
144

અમદાવાદ। શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-પ સાહેબ તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ* ડીવીઝન સાહેબની સુચના મુજબ તેમજ સી.પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી વી.ડી.મોરી સાહેબ તથા સે.પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી બી.પી.સાવલીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તા:૦૯/૧૦/૨૦૨૫ ના રોજ સર્વે સ્કોડના પો.સ.ઈ શ્રી આર.બી.રબારી તથા સ્ટાફના માણસો સાથે દારૂ જુગારની પ્રવ્રુતિ અટકાવવા તેમજ શોધિકાઢવા સારૂ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પો.સ.ઈ આર.બી.રબારી નાઓને મળેલ બાતમી હકીકત આધારે રામોલ વસ્ત્રાલ રીંગરોડ પાંજરાપોળ ચાર રસ્તા ખાતે પંચો સાથે વોચ તપાસ કરતા બ્રેજા ફોર વ્હિલર ગાડી નં.GJ.38.BA.3029 નો ચાલક પોતાના કબજાની ફોર વ્હિલર ગાડીમાં ઈંગ્લીશ દારૂ બિયરનો જથ્થો ભરી ઓઢવ રીંગરોડ તરફથી આવતા તેને ગાડી ઉભી રાખવા જણાવતા પોતે રનિંગ કરી આરએએફ કેમ્પ સામે યુ ટર્ન લેતા હેલ્થ વન હોસ્પીટલ આગળ રોડ ઉપર ગાડી પલટી મારી જતા ઉપરોક્ત ગાડી ચાલક સ્થળ ઉપરથી નાશી ગયેલ અને ગાડી માંથી ઈંગ્લિશ દારૂની બોટલો નંગ:૧૨૯૬ કિંમત રૂપીયા ૩,૯૬,૦૦૦/- તથા બિયરના ટીન નંગ:૨૬૪ કિંમત રૂપીયા ૫૫,૪૪૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૪,૫૧,૪૪૦/- નો દારૂ બિયરનો જથ્થો મળી આવતા ઉપરોક્ત

જથ્થો તથા ફોર વ્હિલર ગાડી તથા મોબાઈલ ફોન મળી કુલ્લે ક્રીમત રૂપીયા ૮,૬૧,૪૪૦/- નો મુદ્દામાલ કબજે કરી ગાડી ચાલક વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૫૧૨૪૭/૨૫ ધી પ્રોહી કલમ ૬૫(ઈ), ૧૧૬(બી),૯૮(૨) મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો:

પો.સ.ઈ શ્રી આર.બી. રબારી

એ.એસ.આઈ કાર્તિકભાઈ મોતીભાઈ

અ.હે.કોન્સ મજબુતસિંહ ધનશ્યામસિંહ

પો.કો શક્તિસિંહ રમુભા ।

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here