ઘરફોડ ચોરી કરનાર આરોપીને મુદ્દામાલ સાથે શોધી કાઢી અટક કરતી ગોમતીપુર પોલીસ

0
22

અમદાવાદ।પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એચ ડીવિઝન નાઓ તરફથી મળતી સુચનાઓ જેમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ આચરતા ઈસમો વિરૂધ્ધ સખત પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે મળેલ સુચના આધારે અમો પોલીસ ઈન્સ્પેકટર ડી.વી.રાણા નાઓના સીધા માર્ગદર્શન અને સુચના આધારે.

ગઈ તા-૨૭/૦૬/૨૦૨૫ ના કલાક-૦૧/૦૦ થી સવારના ૦૬/૦૦ વાગ્યા સુધીના સમય દરમ્યાનમા ફરીયાદી પોતાના ઘરે સુતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમે ઘરમા પ્રવેશ કરી પથારી પાસે મુકેલ Realme 14 Pro મોબાઈલ ફોન ચોરી કરી લઈ ગયેલ હોવા મતલબની તા-૦૩/૦૭/૨૦૨૫ ના રોજ ફરીયાદ આપેલ હતી. જે ગુનાની તપાસ દરમ્યાનમા હ્યુમન તથા ટેકનીકલ સોર્સીસ આધારે સર્વેલેન્સ સ્કોડના પો.કો.હર્ષદભાઈ ભીખાભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે,ચોરીના ગુનાને અંજામ આપનાર વિજય ઉર્ફે બિરજુ ઉર્ફે તારા સ/ઓ નરસિહભાઈ રામચંદ્રભાઈ વણઝારા ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઈવિંગ રહે.મ.નં.૧૦૫૦ બ્લોક નં.૬૦ શીવાનંદ નગર શક્તિચોક સત્યમનગરની અંદર અમરાઈવાડી અમદાવાદ શહેર નાનો ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવાની ફિરાકમા છે અને ગોમતીપુર ફાયર સ્ટેશન થી ફુવારા સર્કલ જનાર છે જે આરોપીની વોચ તપાસમા રહી ચોરીના મોબાઈલ ફોન સાથે મુદ્દામાલ રીકવર કરી અટક કરવામા આવેલ છે.

આરોપીનુ નામ :

વિજય ઉર્ફે બિરજુ ઉર્ફે તારા સ/ઓ નરસિહભાઈ રામચંદ્રભાઈ વણઝારા ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઈવિંગ રહે.મ. નં.૧૦૫૦ બ્લોક નં.૬૦ શીવાનંદનગર શક્તિચોક સત્યમનગરની અંદર અમરાઈવાડી અમદાવાદ શહેર

આરોપીનો ગુનાહિત ઈતિહાસ:

૧) ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૭૨૦૦૧૫૫ ઈ.પી.કો કલમ -૩૭૯(એ)(૩) મુજબ

( (૨) ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૭૨૩૦૧૮૮ ઈ.પી.કો કલમ -૩૭૯(એ)(૩), ૧૧૪ મુજબ

(૩) કાલુપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૬૨૩૦૩૭૮ ઈ.પી.કો કલમ -૩૭૯ મુજબ

(૪) કાલુપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૬૨૩૦૪૦૯ ઈ.પી.કો કલમ -૩૭૯(એ)(૩) મુજબ

(૫) અટકાયતી પગલા પાસા/૦૦૦૪/૨૦૨૦ તા-૨૮/૧૧/૨૦૨૦

કામગીરી કરનાર આ/કર્મચારી

(૧) શ્રી ડી.બી.મહીડા પો.સબ.ઈન્સ (ત.ક.અધિકારી)

(૨) હે.કો સાદિકશા બિસ્મિલ્લાશા

(૩) પો.કો.હર્ષદભાઈ ભીખાભાઈ (બાતમી હકીકત)


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here