શહેર કોટડા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 10 વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજ્યના શિરોહી જીલ્લામાંથી પકડીને કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઝોન – ૩, અમદાવાદ શહેર

0
23

અમદાવાદ।પોલીસ કમિશ્નનર  જી.એસ.મલિક અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ શ્રી નિરજ બડગુજર નાઓની સુચનાથી નાયબ પોલીસ કમિશ્નનર ઝોન-૩ શ્રી રૂપલ સોલંકીનાઓએ ઝોન-૩ વિસ્તારમાં મિલકત સંબંધી અનડીટેક્ટ ગુના તેમજ નાસતા ફરતા આરોપીઓ, પેરોલ/ફર્લો ફરાર થયેલ આરોપીઓ તેમજ પ્રોહિ/જુગારના કેસો શોધી કાઢવા સુચના કરી માર્ગદર્શન આપેલ।

ઉપરોક્ત સુચના અન્વયે ઝોન-3 LCB સ્ક્વોડ ના પો.સબ.ઇન્સ. વી.એચ.રાઠોડ તથા સ્ટાફના માણસો ઉપરોક્ત મુજબની કામગીરી અર્થે ઝોન – ૩ કાર્યક્ષેત્રના વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે વખતે સાથેના હે.કો સુખવિન્દરસિંગ નરેન્દ્રસિંગ બ.નં. ૪૪૦૫, પોકો સંદીપકુમાર બાબુભાઈ બ.નં.૪૯૨૦ તથા પો.કો. કૌશિકભાઈ લલ્લુભાઈ બ.નં. ૧૨૭૯૦ નાઓની સંયુક્ત બાતમી હકિકત આધારે આરોપી જગદીશ મોતીલાલ સોની ઉંમર વર્ષ ૬૨ રહે. મનસારામ નાઈ મકાનમાં ભાડેથી અરઠવાડા ગામ, તહેસિલ-શિવગંજ, જિલ્લો શિરોહી, થાના પાલડી(M) રાજસ્થાનને અરઠવાડા ગામ રાજસ્થાનથી પકડેલ, સદર આરોપી શહેરકોટડા પો.સ્ટે. ગુ.ર. નંબર ૨૨/૨૦૧૫ આઇ.પી.સી. કલમ ૪૫૭,૩૮૦,૪૧૧,૧૧૪ મુજબના ગુનામાં સંડોવાયેલ હોય અને પોતાની ધરપકડ ટાળવા સારુ છેલ્લા ૧૦ વર્ષથી નાસતો ફરતો હોય જે આરોપીને તા.૨૮/૦૯/૨૦૨૫ ના રોજ પકડી આગળની કાર્યવાહી માટે સદરી આરોપીને શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તા.૨૮/૦૯/૨૦૨૫।


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here