રેન્ટ ઉપર લીધેલ ફોર વ્હિલર ગાડી બારોબાર વેચાણ કરી દેનાર ઈસમોને ઝડપી પાડતી રામોલ પોલીસ

0
38

અમદાવાદ।રામોલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૫૧૧૮પ/૨૫ ધી BNS કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૫૪ મુજબના ગુનાના કામના ફરીયાદી શ્રી ની ફેર વ્હિલર ગાડી સ્કોર્પીઓ નં.GJ.27.EF.9266 આરોપીઓ મનોજભાઈ વરિયાણી તથા આરીફભાઈ શેખ નાઓ ઓનલાઈન એપ્લીકેશન દ્વારા બુક કરી રેન્ટ ઉપર ચલાવવા લઈ ગયેલ બાદ ગાડીમાં લગાવેલ જી.પી.એસ કાઢી ભાડુ નહી ચુકવી તેમજ ગાડી પણ પરત આપેલ ન હોય જે બાબતે ઉપરોક્ત ગુનો દાખલ થયેલ, અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમીશ્નર શ્રી ઝોન-૫ સાહેબ તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ- ડીવીઝન સાહેબની સુચના મુજબ તેમજ સી. પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી વી.ડી.મોરી સાહેબ તથા સે.પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી બી.પી.સાવલીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ સદર ગુનાના કામે આરોપીઓ શોધી કાઢવા સારૂ સર્વે સ્કોડના પો.સ.ઈ શ્રી આર.બી.રબારી સાહેબ નાઓએ સ્ટાફના માણસો સાથે આરોપીઓના મોબાઈલ ફોનના સીડીઆરની માહીતી મંગાવી ટેકનીકલ સોર્સ દ્વારા આરોપીઓનુ લોકેશન મેળવી આરોપી નં.૧ મનોજ કમલેશભાઈ વરીયાણી ઉવ:૩૪ રહે:૨૨ જય અંબે સોસાયટી શંકર ભગવાનજીના મંદિરની બાજુમાં સુભાનપુરા વડોદરા શહેર નાઓને પકડી સદર આરોપીએ ઉપરોક્ત ફોર વ્હિલર ગાડી આરોપી નં.ર બાથમ ઉર્ફે આર્યન મેલાભાઈ ભરવાડ ઉવ:૨૪ રહે:૬૩ આશીષનગર ભીમનાથ મહાદેવની સામે હાલોલ રોડ હાલોલ જી:પંચમહાલ નાઓને વેચાણ આપેલ હોવાનું જણાવતા સદર આરોપીને પંચમહાલ હાલોલ

ખાતેથી ફોર વ્હિલર ગાડી સાથે પકડી ઉપરોક્ત મહીન્દ્રા સ્કોર્પીઓ ફોર વ્હિલર ગાડી કીમત રૂપીયા ૧૫,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

કાર્યવાહી કરનાર ટીમના માણસો।

પો.સ.ઈ શ્રી આર.બી રબારી

એ.એસ.આઈ કાર્તીકભાઈ મોતીભાઈ બ.નં.૧૩૦૬૧

પો.કો શક્તિસિંહ રમુભા બ.નં.૧૧૮૬૫

પો.કો મજબુતસિંહ ધનશ્યામસિંહ બ.નં.૪૦૩૯

પો.કો કિશોરસિંહ અરવિંદસિંહ બ.નં.૧૧૪૬૨।


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here