અમદાવાદ।શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી એચ ડીવિઝન નાઓ તરફથી મળતી સુચનાઓ જેમાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને આવા ગુનાઓ આચરતા ઇસમો વિરૂધ્ધ સખત પગલા લઈ કાયદેસરની કાર્યવાહી કરવા અંગે મળેલ સુચના આધારે અમો પોલીસ ઇન્સ્પેકટર ડી.વી.રાણા નાઓના સીધા માર્ગદર્શન અને સુચના આધારે.
ફરિયાદીશ્રી પુરબા જવાનસિંહ નટવરસિંહ વાઘેલા ઉવ.૭૫ રહે-મ.નં.૧૦૧૫, લુહાર શેરી, બહુચર માતાના મંદિર પાછળ, ગોમતીપુર ગામ, અમદાવાદ શહેર હાલ રહે-ગામ ઉકેડી તા.માંડલ જી.અમદાવાદ નાઓની ફરિયાદના કામે ગઇ તા.૦૧/૦૩/૨૦૨૫ ના કલાક.૧૪/૦૦ થી તા૦૩/૦૩/૨૦૨૫ ના કલાક.૧૩/૦૦ વાગ્યા દરમ્યાન કોઇ પણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીશ્રીના મકાનનુ તાળુ ડુપ્લકેટ ચાવીથી ખોલી લોખંડના પતરાની પેટીનુ તાળું તોડી પેટીમાં મુકેલ રોક્ડા રૂ.૫૦,૦૦૦/- તથા સોનાની બે ગ્રામ બુટ્ટીની જોડ જેની હાલની કિં.રૂ.૧૭૬૦૦/- તથા ચાંદીના ૧૫૦ ગ્રામ છડાની જોડ જેની હાલની કિં.રૂ.૧૦૫૦૦/- મળી કુલ્લે કિં.રૂ.૭૮૧૦૦/- ની મતાની ચોરી કરી લઈ ગયેલ હોવાની જાહેરાત કરતા અત્રે ગોમતીપુર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૮૨૦૨૩૦/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૫,૩૩૧(૩),૩૩૧(૪) મુજબનો ગુનો દાખલ કરવામા આવેલ.
આ ગુનાની તપાસ દરમ્યાન આરોપીઓ (૧) અશોકભાઈ ઉર્ફે ભોલચી સ/ઓ પરશોત્તમભાઈ મોતીભાઈ વાઘેલા તથા (૨) કરણ સોહનભાઈ પ્રજાપતિ નાઓ નિવેદનોમા ઉલટ સુલટ જવાબ આપતા હોય તેઓ ચોરી કરેલ હોવાનુ શંકાસ્પદ જણાયેલ અને ચોરીનો ગુનાનો એકરાર કરતા ના હોય જેથી તપાસના કામે આરોપીઓના SDS/L VA ટેસ્ટની કાર્યવાહીની પ્રક્રીયા નિયામકશ્રી ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી ગાંધીનગર ફોરેન્સીક સાયકોલોજી વિભાગ ખાતે કરાવતા SDS/L VA ટેસ્ટમા આરોપીઓએ ચોરી કરેલ હોવાનો હકારાત્મક પરીક્ષણ અહેવાલ આવતા ઉપરોકત આરોપીઓને શોધી કાઢી તારીખ-૦૭/૦૮/૨૦૨૫ ના કલાક-૧૪/૪૫ વાગ્યે ગુનામા અટક કરી રિમાન્ડ મેળવી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
આરોપીઓના નામ :
(૧) અશોકભાઈ ઉર્ફે ભોલચી સ/ઓ પરશોત્તમભાઈ મોતીભાઈ વાઘેલા ઉ.વ.૫૫ ધંધો.વેપાર રહે.મ.નં.૧૦૧૫,લુહાર શેરી,રામક્રિષ્ણ ફ્લેટની પાસે, ગોમતીપુર ગામ, ગોમતીપુર અમદાવાદ શહેર તથા
(૨) કરણ સ/ઓ સોહનભાઈ હિંમતભાઈ પ્રજાપતિ ઉ.વ.૩૦ ધંધો.છુટક મજુરી રહે. મ.નં.૯૯૩/૧ દેવશેરી પોળ કન્યાશાળાની બાજુમા,ગોમતીપુર અમદાવાદ શહેર
@ કામગીરી કરનાર અધિ/કર્મચારી
(૧) શ્રી ડી.બી.મહીડા પો.સબ.ઈન્સ (આરોપીઓ અટક કરનાર ત.ક.અધિકારી)
(૨) શ્રી કે.એમ.ચૌધરી પો.સબ.ઈન્સ (તપાસ કરનાર અધિકારી)
(૩) હે.કો. પ્રકાશભાઈ બાબુભાઈ
(૪) પો.કો. હર્ષદભાઈ ભીખાભાઈ (બાતમી હકીકત)
(૫) પો.કો.રાજકુમાર જેસંગભાઈ (બાતમી હકીકત)
(૬) પો.કો.યુવરાજસિંહ ભરતસિંહ
(૭) પો.કો. જીગ્નેશકુમાર ઝીણાભાઈ
(ડી.વી.રાણા) પોલીસ ઈન્સ્પેક્ટર ગોમતીપુર પોલીસ સ્ટેશન।