અમદાવાદ।શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલીક સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નરશ્રી સેકટર-૨ શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ડો.રવી મોહન સૈની સાહેબ ઝોન-૬ અમદાવાદ શહેર તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી “જે” ડીવીજન પ્રદિપસિંહ જાડેજા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેકટરશ્રી પી.બી.ઝાલા સાહેબ તથા સેકંડ પો.ઈન્સ.શ્રી એચ.ડી.સોઢા નાઓએ આપેલ સુચના આધારે સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ એ.બી.ગંધા નાઓના માર્ગદર્શન આધારે વટવા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ડી માર્ટ સ્ટોર ઉપર એક મહીલા નામે યોગીતાબેન જતીનભાઈ જાતે નીમન ઉ.વ-૪૦ રહે-એ/૦૩ રાધે હાઇટસ હાથીજણ સર્કલ વટવા અમદાવાદ શહેર નાઓએ અત્રે પો.સ્ટે આવી જાહેરાત કરેલ તેઓએ ડી માર્ટ સ્ટોરમાં ખરીદી કરવા ગયેલ ત્યારે તેઓનો સોનાનો ચેઇન આશરે ૦૫ ગ્રામની તથા પેંડલ જેની કી.રૂ.૫૦,૦૦૦/- ગણી શકાય જે ચૈન ખરીદી કરતા સમયે ક્યાંક પડી ગયેલ છે જે ગુમ થયેલાની આવી જાહેરાત કરેલ હતી જેથી સરવેલંસ સ્કોડના માણસોની ટીમ બનાવી ડી-માર્ટ તથા તેની આજુબાજુમાં આવેલ પેટ્રોલ પંપના સી.સી.ટી.વી આધારે ગણતરીના કલાકોમાં આ સોનાનો ચેઇન શોધી તેના મૂળ માલીકને પરત સોંપી પ્રસંશનીય કામગીરી કરેલ છે.
કામગીરી કરનાર અધીકારી / કર્મચારી-
(૧) પો.સબ.ઇન્સ શ્રી એ.બી.ગંધા
(૩) અ.હે.કો અશોકભાઈ પ્રેમજીભાઈ
(૫) પો.કો. રવિભાઈ જગદિશભાઈ
(૨) એ.એસ.આઇ ઇલ્યાસ અહેમદ ઇબ્રાહીમખાન
(૪) અ.પો.કો એઝાઝખાન ઇશાકખાન
(૬) અ.પો.કો રણજીતસિંહ ટેમતસિંહ