અમદાવાદ। શહેર ડીસીબી પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.રજી ૧૧૧૯૧૦૧૧૨૩૦૨૫૬/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ એકટ કલમ ૮(સી), ૨૨ (સી),૨૯ મુજબના ગુનાના કાચા કામના કેદી નંબર ૧૧૫૪ અનવરહુસૈન ગુલામરસુલ શેખ ઉ.વ-૪૬ રહે-મ.નં-૧ ગ્રા.ફલોર સંજરી ફલેટ સફન પાર્ક પાસે ફતેવાડી સરખેજ અમદાવાદ શહેર નો દિન-ર ની વચગાળાની રજા પર મુક્ત થયેલ. જે કેદી વચગાળાની રજા પુર્ણ થતાં જેલમાં પરત હાજર નહીં થઇ વચગાળાની રજા પરથી જમ્પ થયેલ, જે કેદીને પકડી જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપેલ છે.
કેદી નો ગુનાહીત ઈતીહાસ
(૧)૨૦૧૪ ની સાલ મા આબુરોડ પો.સ્ટે રાજસ્થાન મા એન.ડી.પી.એસ ના ગુન્હામા પકડાયેલ
(૨)૨૦૧૭ ની સાલ મા દરિયાપુર પો.સ્ટે મા પ્રોહીબીશન ના ગુન્હા માં પકડાયેલ
(૩)૨૦૨૨ ની સાલ મા ડીસીબી પો.સ્ટે એન.ડી.પી.એસ ના ગુન્હામાં પકડાયેલ
(૪)૨૦૨૨ ની સાલ મા ઈસનપુર પો.સ્ટે એન.ડી.પી.એસ ના ગુન્હામા પકડાયેલ