આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ દ્વારા ફુટબૉલ સુપર લીગ 2025 નું સફળ આયોજન

0
41

અમદાવાદ। 24 મી મે 2025* – આગાખાન યુથ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ ફોર અમદાવાદ દ્વારા ફુટબૉલ સુપર લીગ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું, આ ટુર્નામેન્ટ બે તબક્કામાં રમાવામાં આવેલ છે, જેમાં અન્ડર ૧૪ અને અન્ડર ૨૧ કેટેગરીમાં ખેલાડીઓએ ભાગ લીધો. U-14 માં 4 ટીમો અને U-21 માં 6 ટીમો આ સ્પર્ધામાં સામેલ થઈ હતી.

U-14 કેટેગરીમાં RC Ninjas વિજેતા બન્યા, જ્યારે U-21 કેટેગરીમાં Thunder Strikers ને જીત મળી. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ હાર-જીત માટે નહીં, પરંતુ ખેલાડીઓમાં ટીમવર્ક, શિસ્ત અને રમતગમતની સ્પર્ધા વિકસાવવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરૂ પાડવાનો હતો.

આ ટુર્નામેન્ટની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન અને વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. આયોજન, કોચિંગ, મેનેજમેન્ટ અને મેદાન પરનું સંકલન યુવાન અને વરિષ્ઠ સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું, જેનાથી તેમને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે મંચ મળ્યું.

ટુર્નામેન્ટમાં યુવાનોને માત્ર ખેલાડી તરીકે નહીં, પરંતુ મેનેજર, કોચ અને ટીમ કોઓર્ડિનેટર તરીકે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક મળી. આ રીતે, યુવાન સ્વયંસેવકોને આયોજન, સંચાલન અને નિર્ણય લેવાની તક મળી, જે તેમને ભવિષ્યમાં નેતૃત્વના ગુણો વિકસાવવા માટે મદદરૂપ થાય છે.

આ ટુર્નામેન્ટ દ્વારા ખેલાડીઓના ટેલેન્ટને બહાર લાવવાનું અને તેમને એક મંચ પ્રદાન કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય હતું, જે સફળતાપૂર્વક પ્રાપ્ત થયું.

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here