અમદાવાદ,જિલ્લાના બાવળા તાલુકાના કાવિઠામાં તથા વિરમગામ તાલુકાના મણિપુરામાં પર્યાવરણ પખવાડિયાની ઉજવણી નિમિત્તે આંગણવાડી કેન્દ્રની આસપાસ પડેલ પ્લાસ્ટિકના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી.
તદુપરાંત, પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે પણ આંગણવાડી કાર્યકરો દ્વારા ગામવાસીઓને સમજ આપવામાં આવી હતી. આ તમામ આંગણવાડી કેન્દ્રોમાં સાફસફાઈ કરીને તેને પ્લાસ્ટિકમુકત કરવામાં આવી હતી.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા માટે આંગણવાડીના કર્મચારીઓ તથા ગામના લોકો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી