અમદાવાદ।પત્રકાર અને તંત્ર એક બીજાના સહયોગી છે, પત્રકાર સરકાર અને પ્રજા વચ્ચેની મહત્વની કડી છે, સરકારની દરેક યોજના, કાર્યક્રમો છેવાડાના લોકો સુધી પહોચાડે છે વધુમાં પ્રજાની સમસ્યા તંત્ર અને શાસકો સમક્ષ રજૂ કરે છે તેમ છતાં રાજકીય નેતાઓ પત્રકારો માટે સાર્વજનિક અપશબ્દો બોલી રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના આદેશથી આજ રોજ તારીખ ૦૨-૦૪-૨૦૨૫ ના રોજ પત્રકાર એકતા પરિષદ અમદાવાદ શહેરના કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિની આગેવાનીમાં કલેકટરશ્રી ને રાજકીય નેતાઓ વિરુદ્ધ આક્રોશ પત્ર રૂપી આવેદન પત્ર આપવામાં આવેલ છે.
આ આવેદન પત્ર આપતી વખતે અમદાવાદ શહેરના ઉપ પ્રમુખ વસંતભાઈ બ્રહ્મભટ્ટ, કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સમારિયા, ગૌતમભાઈ બારોટ પ્રદેશમાંથી કોકિલાબેન ગજ્જર, શિલ્પાબેન આહીર અને બીજા હોદ્દેદારોમાં હરીશભાઈ યાજ્ઞિક, રમેશભાઈ ઠક્કર, ખેમરતનભાઈ, બિલાલભાઈ લુહાર, નરેન્દ્રભાઈ યાદવ, રાજેન્દ્રભાઈ શર્મા, હિતેન્દ્રભાઇ ડોડીયા, દીપકભાઈ પટેલ, રાજુભાઈ વાળા, કેયુરભાઈ ઠક્કર, ભાવિનભાઈ ઓઝા, સંજયભાઈ ખમાર, દીપકભાઈ ખમાર, વૈશાલીબેન રાણા અને ઉર્વશી બેન ખલાસ ઉપસ્થિત રહ્યા હતા!
વીડિયો