ગુજરાત પત્રકાર એકતા પરિષદ મહેસાણા જિલ્લા મહા અધિવેશન ૨૦૨૫, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, વિસનગર ખાતે ઓડિટોરિયમ હોલ ખાતે આજ રોજ યોજવામાં આવ્યું હતું..

આ મહા અધિવેશન માં અમદાવાદ શહેરની ટીમ ના પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી વિષ્ણુભાઇ પ્રજાપતિ, ગૌતમભાઈ બારોટ, પ્રદેશ મહામંત્રી કોકિલાબેન ગજ્જર, કારોબારી સભ્યો માં નરેન્દ્રભાઈ યાદવ, કાજલબેન નાગવાડીયા, મન ધોળકિયા, રમેશભાઈ ઠક્કર, ખેરત્નભાઈ સંઘદીપ, સમીરભાઈ પટેલે અને પત્રકાર મિત્રોમાં જગદીશભાઈ શાહ, શંકરભાઈ પ્રજાપતિ, દિનેશભાઈ માળી, મુળજીભાઈ ખુમાંન અને જીતુભાઈએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમની શુભ શરૂઆત ભારત માતાકી જય ના નારા સાથે રેલી સ્વરૂપે કાઢવામાં આવેલ હતી. ત્યારબાદ ઓડિટોરિયમ હોલમાં પધારેલ આમંત્રિત મહેમાનો ને સ્ટેજ ઉપર આમંત્રિત કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ, તેમજ આજરોજ મહિલા દિવસ હોવાથી હજાર રહેલ સૌ મહિલા પત્રકારોને સ્ટેજ ઉપર આમંત્રિત કરવામાં આવેલ. ત્યાર પછી સૌ એક મગ્ન થઈ રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
મહેસાણાના પ્રમુખ શ્રી અર્જુનસિંહે સૌ આવેલ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરેલ, ત્યારપછી પ્રદેશ અધ્યક્ષશ્રી લાભુભાઈ કત્રોડિયાનું સ્વાગત સાલ અને પુષ્પગુચ્છથી મહેસાણા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોરે કરેલ..
સાંકળચંદ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનું સ્વાગત પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કત્રોડિયાએ કરેલ. મહિલા ઉપપ્રમુખ મીનાક્ષીબેનનું અને સૌ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ…
યુનિવર્સિટી ના ચેરમેન પ્રકાશભાઈએ પ્રવચન આપી સૌનું સ્વાગત કરેલ હતું. તમામ મહિલા નારી દિવસ નિમિત્તે દેશની તમામ નારી શક્તિનો આભાર માન્યો હતો. પત્રકાર એકતા પરિષદની એકતા અને સંગઠનની શક્તિ આગળ વધે તેવી શુભ કામના પાઠવી હતી. પત્રકારો માટે હેલ્થ કેર માટેની જવાબદારી અને શિક્ષણ માટે જે કોઈ જરૂરિયાત હોય તો તે માટે મદદરૂપ થવાની હૈયા ધારણા આપી હતી… જ્યારે પણ ભવિષ્ય માં આ કેમ્પસ ની જરૂરિયાત હોય તો તેના ઉપયોગ માટે મદદરૂપ થવા જણાવેલ…
પત્રકાર એકતા પરિષદ દ્વારા વેલ્ફર ફંડ માં ભંડોળ ભેગું કરી, પત્રકારોને તકલીફ પડે તેમાં આ ફંડ વાપરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.. આ જાહેરાતથી મોટાભાગના પત્રકારોએ પોતાનો ફાળો નોંધાવ્યો હતો. આ વેલ્ફર ફંડમાં અમદાવાદની ટીમ દ્વારા ૧૧,૦૦૦-૦૦ ની રકમનું યોગદાન આપવામાં આવ્યું હતું.
સાંસદ શ્રી હરીવદનભાઈ પટેલનું બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારપછી તેઓ એ સુંદર પ્રવચન આપ્યું હતું.
ત્યાર પછી લાભુભાઈ કત્રોડિયાએ પોતાની આગવી સૂઝથી પત્રકારોમાં સંગઠન મજબૂત બને તે અંગે સુંદર પ્રવચન આપી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા…
ત્યાર બાદ ગુજરાતના સમગ્ર જિલ્લાની પ્રમુખની ટીમો સાથે સૌનું બહુમાન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ભોજન સમારંભમાં સૌ મિત્રોએ સાથે મળી ભોજન આરોગી સૌ છુટા પડ્યા હતા..