અમરાઈવાડીમાં ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા ત્રિજની ભવ્ય ઉજવણી! ભજન કીર્તન અને નૃત્ય નાટકો ભજવાયા, કલકત્તા દુષ્કર્મ ઘટનાને લઈ મહિલાઓમાં આક્રોશ

0
51

અમદાવાદ,દર વર્ષે આવતા ત્રીજ-તહેવારોમાંનો એક હરિયાળી ત્રીજ કે શ્રાવણી ત્રીજ કે કેવડા ત્રીજનો આ પર્વ ઉત્તરભારતનાં તમામ રાજ્યો જેમ કે બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ ઉપરાંત આપણા ગુજરાતમાં પણ ઉજવવામાં આવે છે. આ ત્રિજનું આગવું મહત્વ છે. કોઈપણ મહિલાઓ, છોકરીઓ સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉપવાસ કરે છે તેમને ઈચ્છીત પરિણામ મળે છે.

જેથી અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતી ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા અમરાઈવાડી વિસ્તારમાં આવેલા મહાકાળી મંદિરના પાવન પ્રાંગણમાં હરિયાળી ત્રિજની ભવ્ય ઉજવણી કરી હતી. કાર્યક્રમના મુખ્ય આયોજક બહેન શ્રી મમતા જયસ્વાલ દ્વારા ખુબજ સરસ આયોજન રાખવામાં આવ્યો હતો. જેમાં મહાકાળી માતાના પવિત્ર મંદિરના આંગણે તમામ હાજર મહિલાઓ સોળે શણગાર સજી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા -આરાધના કરી હતી.
આ ત્રીજના શુભ અવસર પર મહિલાઓ ભગવાન શિવ -પાર્વતીની આરાધનામાં લીન થઈ મંદિરમાં ઢોલક વગાડી ભજન કીર્તન કર્યા હતા. સાથે સાથે ભગવાન શિવને રિઝવવા ગીતો ગાઈને નૃત્ય કર્યું હતું. હાજર મહિલાઓ અને કુંવારીકાઓ દ્વારા હાથમાં મહેંદી લગાવી હતી. આ દિવસે મહિલાઓએ લીલા રંગના વસ્ત્રો પહેરી સોળ શ્રુંગાર કરીને વ્રતનું પાલન કર્યું હતું. અને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
આ કાર્યક્રમ દરમ્યાન મીડિયા સાથે વાત કરતા મહિલાઓએ કલકત્તામાં બનેલ શરમજનક દુષ્કર્મની ઘટનાને યાદ કરી મહિલાની સુરક્ષાને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જે નરાધમે કોલકત્તાની ડોકટર મહિલા સાથે દુષ્કર્મ કરી તેની નિર્મમ હત્યાં ગુજારી હતી, તે પીશાચને જાહેરમાં ફાંસીના માચડે ચઢાવી દેવો જોઈએ. જેથી કરીને બીજી વખત કોઈ અધમ અને નીચ વ્યક્તિ આવું કૃત્ય કરવાની હિમ્મત ના કરી શકે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here