ગુજરાત/દેવ ભૂમિ દ્વારકા ખાતે પત્રકાર એકતા પરિષદ-૨૦૨૪ મહા અધિવેશનના ઝોન પ્રભારી ગોવિંદભાઈ મોતીવરસ, જિલ્લા મહામંત્રી લલિતભાઈ શિંગડિયા, મંત્રી ભાવેશભાઈ, સહમંત્રી બાલાભાઈ ગઢવીની આગેવાનીમાં સુંદર રીતે આયોજન હાથ ધરાયું..
શરૂઆતમાં અમદાવાદના પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલે પત્રકાર એકતા પરિષદની શરૂઆતની સફર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
ભાજપના દ્વારકા જિલ્લા પ્રમુખશ્રી મયુરભાઈ ગઢવી, ભારતીય જનતા પાર્ટી ના હોદ્દેદારો, મહિલા મોરચા ના હોદેદારો અને ભગવાન શ્રી સ્વામીનારાયણના સંતોનું શબ્દોનું સ્વાગત કરેલ.
ત્યારબાદ દીપ પ્રાગટ્ય પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કત્રોડિયા, કાર્યકારી પ્રમુખશ્રી ગીરવાનસિંહ સરવૈયા તથા દેવભૂમિ દ્વારકા જામ રાવલ ના હોદ્દેદારો, પીઠ પત્રકારો અને રાજકીય આગેવાનો સાથે કરવામાં આવ્યું.
ત્યારબાદ આવેલ તમામ આગેવાનો મહેમાનોનું ફૂલહાર થી સ્વાગત કરવામાં આવ્યું. નગરપાલિકાના પૂર્વ પ્રમુખનું પણ સ્વાગત કરવામાં આવ્યું.
લાભુ ભાઈ કત્રોડિયા દ્વારા પ્રવચન આપવામાં આવ્યું તેમાં જિલ્લા ભાજપના પ્રમુખ, પરિષદના આગેવાનો, જિલ્લા પ્રમુખો, ઝોનના પ્રભરીઓ અને તમામ પત્રકાર ભાઈ – બહેનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
સિનિયર પત્રકારોનું ફૂલહાર, ભેટ સોગાદ સાથે સન્માન કરવામાં આવ્યું… ધારાસભ્ય પબુભા માણેક અને પૂનમબેન માડમ દ્વારા સંદેશ મોકલી આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીએ પણ સુંદર સંદેશ આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. દ્વારકા જિલ્લામાં આ અધિવેશન વધારે મજબૂત થાય અને પત્રકારોના હક્કો મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
દ્વારકા જામ રાવલના પ્રમુખશ્રી અનિલભાઈ લાલે ખડે પગે ઊભા રહીને ખડે પગે સેવા આપનાર મનોજભાઈ સોનીનું સ્વાગત કર્યું હતું. મનોજભાઈએ તેઓની સાથે કામ કરનાર તમામ પત્રકાર મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો અને છેલ્લે સૌએ ભોજન આરોગી અધિવેશનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.