જામનગર જિલ્લા પત્રકાર એકતા પરિષદનું જામનગર ખાતે મહા અધિવેશન યોજાયું

0
72

ગુજરાતના જામનગર જિલ્લા ખાતે આવેલ જામનગર જિલ્લા પત્રકાર એકતા પરિસદ દ્વારા વર્ષ ૨૦૨૪નું તા. ૧૬-૦૩-૨૦૨૪ના રોજ જામનગર ખાતે મહા અધિવેશન યોજવામાં આવ્યું હતું.

વીડિયો.

આ અધિવેશનમાં પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયા, કાર્ય કારી પ્રમુખ ગીરિવાનસિહ સરવૈયા, પ્રદેશ કારોબારી સભ્ય વિક્રમભાઈ ચુડાસમા, જામનગર જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર જિલ્લા ઉપ પ્રમુખ કૌમિલભાઈ, જામનગર જિલ્લા મંત્રી હાજીભાઈ, ગુજરાતના મોટાભાગના જિલ્લા પ્રમુખો, ઉપપ્રમુખો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ અધિવેશનમાં આવેલ ઉચ્ચ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને હારમાળાથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ અમદાવાદ જિલ્લા પ્રમુખ હસમુખભાઇ પટેલ દ્વારા પત્રકાર એકતા પરિષદની શરૂઆત થી અત્યાર સુધીની કામગીરીની સરસ મજાની વાણી પિરસી હતી.

ત્યારબાદ લાભુભાઈ કાત્રોડિયાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જિલ્લાના પ્રમુખોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ નીતિનભાઈ ગલાનીએ શાબ્દિક પ્રવચન આપ્યું હતું.

મહિલા વિંગના ઇન્ચાર્જ પ્રમુખનું, મહિલા જિલ્લા પ્રમુખોનું, ભાજપ મીડિયા સેલના પ્રમુખનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

ધર્મેશભાઈ એ શાબ્દિક પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ અમદાવાદ, સુરત, પાટણ, દાહોદ, ગોધરા, જૂનાગઢ, નવસારી, ભાવનગર, ભરૂચ, રાજકોટ જિલ્લાની આવેલ પત્રકારોની ટીમોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આનંદ ભાઈ દવે કે જેઓ સમાજ સેવાનું સુંદર કામ કરી રહ્યા હતા તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને છેલ્લે કાર્યક્રમને સફળ બનાવનાર જામનગર જિલ્લાના તમામ સભ્યોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
લીગલ સેલના ચુડાસમા ભાઈએ પ્રવચન આપ્યું હતું.

છેલ્લે પ્રદેશ પ્રમુખશ્રી લાભુભાઈ કત્રોડિયાએ પત્રકારોની એકતાના અધિવેશન બાબતે સુંદર શાબ્દિક પ્રવચન આપ્યું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here