પત્રકાર એકતા પરિષદ અમદાવાદની બેઠકમાં નવી કારોબારી જાહેર, પત્રકારો માટે 10 લાખના વીમાની જાહેરાત

0
15

અમદાવાદ। તા. 18 માર્ચ 2026
પત્રકાર એકતા પરિષદ અમદાવાદની મહત્વપૂર્ણ બેઠક બુધવારે શાહીબાગ સ્થિત જૂના સર્કિટ હાઉસ ખાતે યોજાઈ હતી. બેઠક દરમિયાન વર્ષ 2026 માટે નવી કારોબારીની વરણી કરવામાં આવી તેમજ પત્રકારોને 10 લાખ રૂપિયાની એક્સિડન્ટ વીમા પોલિસી આપવાની જાહેરાત કરવામાં આવી. બેઠકમાં સંસ્થાના હોદ્દેદારો, સભ્યો અને શહેરના પત્રકારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
બેઠકની શરૂઆત એબીપીએસ પત્રકાર સંગઠનના પૂર્વ પ્રમુખ સ્વ. સુજલભાઈ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કરી બે મિનિટનું મૌન પાળી કરવામાં આવી હતી. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે પ્રદેશના હોદ્દેદારો રીતેન્દ્રસિંહ ઝાલા, કોકિલાબેન ગજ્જર, શિલ્પાબેન આહીર, પ્રમુખ હસમુખભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિ, ઉપપ્રમુખ વસંતભાઈ બ્રહ્મભટ્ટ, કમલેશભાઈ પટેલ, પ્રવીણભાઈ સામરિયા, મહિલા પ્રમુખ ફરીદાબેન ટીનવાલા, મનબેન ધોળકિયા, કાજલબેન નગવાડિયા અને મીનાક્ષીબેન પ્રજાપતિ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યકારી પ્રમુખ વિષ્ણુભાઈ પ્રજાપતિએ વર્ષ 2026 માટે પુરુષ વિંગ અને મહિલા વિંગની નવી કારોબારીની જાહેરાત કરી હતી. નવા હોદ્દેદારો અને સભ્યોનું ગુલદસ્તા અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું.
પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું કે પત્રકારોની સુરક્ષા ધ્યાનમાં રાખીને અમદાવાદના પત્રકારોને 10 લાખ રૂપિયાની એક્સિડન્ટ વીમા પોલિસી આપવામાં આવશે અને તે માટે તમામ સભ્યોએ તાત્કાલિક ફોર્મ ભરી આપવા વિનંતી કરવામાં આવી. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રદેશ અધ્યક્ષ લાભૂભાઈ કાત્રોડિયા તથા વિવિધ જિલ્લાઓના હોદ્દેદારોના પ્રયત્નોથી વિધાનસભામાં પત્રકારોના હિત સંબંધિત મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં દરેક જિલ્લા મુખ્યાલયે પત્રકારો માટે અલગ રૂમની વ્યવસ્થા, વીમા કવચ, પત્રકારો ઉપર થતા હુમલાઓ અટકાવવા કડક કાયદો બનાવવાની માંગ તથા પત્રકારોને સુરક્ષા આપવાની માંગનો સમાવેશ થાય છે.
બેઠક દરમિયાન આગામી સમયમાં અમદાવાદ ખાતે યોજાનાર રાજ્યસ્તરીય અધિવેશન માટે તૈયારી શરૂ કરવાની જાહેરાત મીડિયાના પ્રવક્તા અને ઉપપ્રમુખ વસંતભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવી.
અંતમાં આભાર વિધિ સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી।

ફોટો।


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here