અમદાવાદ,ગુજરાત। પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર નાઓની તેમજ અધિક પોલીસ કમિશ્નર શ્રી સે-૨ અમદાવાદ શહેર નાઓ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૫ અમદાવાદ શહેર નાઓની સુચના મુજબ અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા સારુ અસરકારક કામગીરી કરવા સુચનાઓ કરેલ
જે અન્વયે મ.પો.કમિ શ્રી એચ ડિવિઝન નાઓના માર્ગદર્શન આધારે સિનિયર પોલીસ ઇસ્પેકટરશ્રી બી.જી.ચેતરીયા નાઓના સુપરવિઝન હેઠળ રખિયાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડના માણસો પો.કો. જીગ્નેશભાઈ અતુલભાઈ બ.નં-૯૩૬૭ તથા પો.કો.સાંગાભાઈ ભીમશીભાઈ બ.નં.૧૨૨૩૮ નાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે લોખંડવાલી ચાલી ગુજરાત હાઉસિંગ બોર્ડ સિદ્દીકી મસ્જીદની પાસે રખિયાલ અમદાવાદ શહેર ખાતે રહેતા એક ઈસમ પોતાના ઘરની આગળ ગેરકાયદેસર નશીલો ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરે છે જે આધારે રખિયાલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઈન્સ. એ.આર.ટાંક તથા સર્વેલન્સ સ્કોર્ડના સ્ટાફ સાથે સદરી જગ્યાએ રેઈડ કરતા એક ઈસમ જેનુ નામ સોયબ એહમદ ઉર્ફે પપ્પુ એહઝાઝ અહેમદ સિદ્દીકી ઉ.વ.૭૨. નાનો પાસપરમીટ વગરનો ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ૫.કિલો ૨૫૬ ગ્રામ જેની કિં.રૂ.૨,૬૨૬૨૫/- વગર પાસ પરમીટનો તથા એક મહિન્દ્રા બોલેરો કાર કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મોબાઈલ નંગ -૦૧. કિ.રૂ.૫૦૦/- તથા રોકડા રૂ.૨,૪૪૦/- મળી કુલ્લે કિ.રૂ. ૭,૬૫,૫૬૫/- ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢી રખિયાલ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૨૯૨૫૦૩૪૪/૨૦૨૫ ધી એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આ ઇસમ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંસનિય કામગીરી કરતી રખિયાલ પોલીસ।




