અમદાવાદ। શહેર ના એલીસબ્રીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એલીસબ્રીજ ઓવરબ્રીજ પરથી ફરી.શ્રી તેઓની પત્ની સાથે પોતાના મો.સા. લઇને તા.૨૯/૦૪/૨૦૨૫ કલાક.૦૨/૧૫ વાગ્યાનાં સુમારે પસાર થતી વખતે તેઓની પાછળથી એક એકસેસ જેવી ટૂ-વ્હીલર લઈ ત્રણ અજાણ્યા ઈસમો આવી તેમાંથી વચ્ચે બેઠેલ એક ઈસમે તેઓની પત્નીના હાથમાંથી પર્સ ખેંચી લઈ આસ્ટોડીયા દરવાજા તરફ ભાગી ગયેલ જે પર્સમાં તેઓના પત્નીનો વનપ્લસ નોટ CE-4 મોબાઇલ ફોન જેની કિં રૂ.૧૫,૦૦૦/- ગણી શકાય તથા રોકડા રૂ.૨૧,૦૦0/- વિગેરે નાનીમોટી વસ્તુઓ જે તમામની કિંમત રૂ.૩૬,૧૫૦/- મતાની સાથે પર્સ ખેંચી લઈ નાશી જતા ચીલ ઝડપનો બનાવ બનેલ જે બાબતે એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ.એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૪૨૫૦૦૫૭/૨૦૨૫ ધી ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૩૦૪(૨),૫૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.
ઉપરોકત ગુનાની તપાસ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનના પો.સ.ઈ. શ્રી ચલાવી રહેલ હતા પરંતુ ફરીયાદીશ્રીની રજુઆતોને ધ્યાને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સાહેબનાઓએ સદર ચીલ ઝડપ ચોરીનો ભેદ સત્વરે ઉકેલવા સારૂ ઉપરોકત ગુનાની તપાસ એલ.સી.બી.ઝોન-૭ ના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.પી.જાડેજા નાઓને સોંપવામાં આવતા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સાહેબ તથા અધીક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭, શિવમ વર્મા સાહેબ નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ ચીલ ઝડપના ગુનાનો ભેદ સત્વરે ઉકેલવા સારૂ ઝોન-૭ એલ.સી.બી.ના સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી ચીલ ઝડપ ચોરીનો ગુનો શોધી કાઢવા સુચના કરેલ.
જે સુચના આધારે ઝોન-૭ એલ.સી.બી.ના સ્ટાફના માણસોની બનાવેલ અલગ અલગ ટીમોએ ગુનાવાળી જગ્યાની ઝીણવટ ભરી તપાસ ચાલુ કરેલ તેમજ તેની આજુ-બાજુમાં આવેલ સી.સી.ટી.વી. કેમેરા તેમજ કંટ્રોલ રૂમના કેમેરાઓ ચકાસવામાં આવેલ ઉપરાંત ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સીસ, ટેકનીકલ સોર્સીસ વિગેરે તમામ માધ્યમોથી તપાસને વેગ આપવામાં આવેલ. વધુમાં ઉંડાણપુર્વક તપાસ કરતા આરોપીઓ ચીલ ઝડપ ચોરી કરવા માટે એક એકસેસનો ઉપયોગ કરવામાં આવેલ એકસેસનાં નંબર વેરીફાય કરીને એકસેસના માલીકની પુછપરછ કરતા સદરી એકસેસ તેઓના પડોશી ની મરણ જનાર દિકરી ઉપયોગ કરતી હોવાનું જાણવા મળેલ પરંતુ તે મરણ ગયેલ હોવાથી આગળ તપાસ થઈ શકે તેમ નહોતી જેથી તેના નજીકના મિત્ર વર્તુળના શકદાર ઇસમોના મોબાઇલ નંબરો નામ સરનામા વિગેરે માહીતી મંગાવી તેનુ એનાલીસીસ કરવામાં આવેલ. આમ ઉપરોક્ત તમામ પ્રકારની ઝીણવટભરી તથા અત્યંત ઉંડાણપુર્વક તપાસ કરતા આરોપીઓ સંપુર્ણ રીતે આઈડેટીફાઈ થયેલ.
આ દરમ્યાન ઝોન-૭ એલ.સી.બી.ના અનાર્મ હેડ.કોન્સ અજીતસિંહ પ્રભાતસિંહ તથા અનાર્મ હેડ.કોન્સ.જીતેન્દ્રસિંહ દશરથસિંહ તથા પો.કોન્સ યશપાલસિંહ બટુકસિંહ નાઓને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે ચીલ ઝડપના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા ગુનાના કામે વાપરેલ એકસેસ મળી કુલ્લે કિ.રૂ.૮૫,૦૦૦/- ના મુદામાલ સાથે આશરે દોઢ મહીનાની સતત એકાગ્ર મહેનતના અંતે વણશોધાયેલ ગુનાની મળેલી તપાસના ગુનાને શોધી કાઢી ત્રણેય આરોપીઓને પકડી પાડી અનડીટેકટ ગુનાનો ભેદ ઉકેલી ગુનો ડીટેક્ટ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગત:-
(૧) દિપક સન/ઓ મહેન્દ્રભાઈ કલ્લુભાઈ દંતાણી ઉ.વ.૨૨ રહે.મ.નં.૧૦૦, નવીપોળ, નાગોરીવાડ,શાહપુર, અમદાવાદ શહેર
(૨) હેમંત ઉર્ફે ભભી સુરેશભાઇ બદરીપ્રસાદ દાતણીયા ઉ.વ.૨૦ રહે. સતકેવલ મહારાજ મંદિરની બાજુમાં,નાગોરીવાડ, શાહપુર, અમદાવાદ શહેર
(૩) અર્જુન ઉર્ફે સેંટુ અમીતભાઇ દાતણીયા ઉ.વ.૧૯ રહે.મ.નં.૧૪૧૯, મારવા ટોળુ,નાગોરીવાડ, શાહપુર, અમદાવાદ શહેર
કબજે લીધેલ મુદામાલ-
(૧) વનપલ્સ કંપનીનો નોટ CE-4 મોબાઇલ ફોન જેની કિં.રૂ.૧૫,૦૦૦/- મતા
(૨) એકસેસ નં.GJ-01-XP-3906 જેની કિં.રૂ.૭૦,૦૦૦/-મતાનું તમામ મુદામાલ મળી કુલ્લે કિં.રૂ.૮૫,૦૦૦/- ની મતાનો મુદામાલ
કામગીરી કરનાર અધિ/કર્મચારી-
(૧) પોલીસ ઇન્સ્પેકટર વાય.પી.જાડેજા
(૨) અનાર્મ હેડ.કોન્સ અજીતસિંહ પ્રભાતસિંહ બ.નં.૪૧૨૮
(૩ અનાર્મ હેડ.કોન્સ જીતેન્દ્રસિંહ દશરથસિંહ બ.નં.૧૦૨૬૫
(૪) અનાર્મ હેડ.કોન્સ મહેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ બ.નં.૪૩૬૨।





