બાપુનગર અને શહેર કોટડા પો. સ્ટે. વિસ્તાર માંથી ચોરી કરેલ ૦૩ ટુ-વ્હીલરો કિં.રૂ.૨,૦૧,૦૦૦/- ના,મત્તાની સાથે વ્હીકલ ચોરને પકડી પાડી કુલ્લે-૦૩ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢતી બાપુનગર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફની ટીમ

0
179

અમદાવાદ,ગુજરાત,।પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૦૨ સાહેબ નાઓ દ્વારા મિલ્કત સબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધવા સારૂ આપેલ સુચના આધારે ના.પો.કમિ.શ્રી ઝોન-૫ તથા મ પો.કમિશ્રી “એચ” ડીવીઝન અમદાવાદ શહેર નાઓ તરફથી મળેલ સુચના આધારે બાપુનગર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જી.ખાંભલા સાહેબના માર્ગદર્શન હેઠળ બાપુનગર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ ઇન્સ. આર.જી.ચૌધરી નાઓ સર્વેલન્સ સ્કોડના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને બાપુનગર વિસ્તાર માથી અલગ-અલગ એક્સેસ ટુ-વ્હીલરોની ચોરીઓ થયેલ હોય જે ગુનાઓ શોધી કાઢવા સારૂ સર્વેલન્સ સ્કોડના હે.કો. જયરાજસિંહ હરિસિંહ બ.નં-૪૪૦૭ તથા પો.કો. જયવિરસિંહ રાજુભા બ.નં-૧૦૩૮૫ તથા પો.કો. સહદેવસિહ જેઠીભા બ.નં-૩૫૧૫ તથા પો.કો. હરપાલસિંહ વિરભદ્રસિંહ બ.નં-૯૫૬૨ તથા પો.કો. જયદિપસિંહ નિકુલદેવસિંહ બ.નં-૬૪૬૫ નાઓએ અલગ-અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાઓ તથા આજુ-બાજુના વિસ્તાર અને આરોપીના આવવા-જવાના રૂટના સી.સી.ટી.વી ફુટેજો મેળવી એનાલીસીસ કરી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને આ દરમ્યાન પો.કો જયવિરસિંહ રાજુભા બ.નં-૧૦૩૮૫ તથા પો કો. જયદિપસિંહ નિકુલદેવસિંહ બ.નં-૬૪૬૫ નાઓને મળેલ બાતમી હકિકત આધારે યશ રોહીતભાઇ મુળાશીયા (પ્રજાપતી) ઉ.વ-૨૭ હાલ રહે- એ/૧, જાનકી એપાર્ટમેન્ટ, હિરાવાડી, અમદાવાદ શહેર, મુળ રહે:- ૨/૩, લક્ષ્મીનગર, શક્તિ કુપા સામે, ભક્તિનગર પાછળ, રાજકોટ. તથા ભગવતી ક્રુપા કામદાર સોસાયટી, દાતાર રોડ, જુનાગઢ નાને તા-૨૧/૦૮/૨૦૨૫ ના રોજ સુઝુકી કંપનીની સફેદ કલરની એક્સેસ ૧૨૫ સી.સી. કે જેની આગળ-પાછળ નંબર પ્લેટની જગ્યાએ કાળા કલરની પ્લેટમાં “મેલડી” વિગેરે લખાણ લખેલ છે. અને જેનો थे.नं- AF213882615 तथा थे.नं MB8DP12PLR8C80780 नो छे. ४ सेसनी हालनी संहाभुत કિં.રૂ.૬૦,૦૦૦/- ની ગણી શકાય તેની સાથે પકડી પાડી આરોપીની પુછ-પરછ દરમ્યાન આરોપીએ પોતાના રહેણાંકના સ્થળે પાર્કીંગમાં પાર્ક કરેલ અન્ય ૦૨ ટુ વ્હીલરો કે જેની કિં.રૂ.૧,૪૧,૦૦૦/- ના મત્તાની ગણી શકાય તે તથા પોતાના ઘરમા સંતાડી રાખેલ અલગ-અલગ નંબર પ્લેટો નંગ-૦૬ કિં.રૂ.૦૦/- ના મત્તાની મળી કુલ્લે કિ.રૂ.૨,૦૧,૦૦૦/- ના મત્તાનો મુદ્દામાલ રિકવર કરી બાપુનગર તથા શહેર કોટડા પો.સ્ટે. વિસ્તારના કુલ્લે ૦૩ અનડિટેક્ટ વ્હીકલ ચોરીના ગુનાઓ શોધી કાઢિ પ્રશંસનીય કામગીરી કરેલ છે.

શોધાયેલ ગુનાઓની માહીતી :-

(૧) બાપુનગર પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં- ૧૧૧૯૧૦૦૭ ૨૫૦૪૬૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ

(૨) બાપુનગર પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં- ૧૧૧૯૧૦૦૭ ૨૫૦૪૭૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) મુજબ.

(૩) શહેરકોટડા પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.૨.નં-૧૧૧૯૧૦૧૫૨૫૦૬૬૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨) મુજબ.

રિકવર કરેલ મુદ્દામાલની વિગત:-

(૧) એક સુઝુકી કંપનીની સફેદ કલરની એક્સેસ ૧૨૫ સી.સી. કે જેની આગળ-પાછળ નંબર પ્લેટની જગ્યાએ કાળા કલરની પ્લેટમા “મેલડી” વિગેરે લખાણ લખેલ છે. અને જેનો એ.નં- AF213882615 તથા ચે.નં MB8DP12PLR8C80780 નો છે. જેની હાલની અંદાજીત કિં.રૂ.૬૦,૦૦૦/- ની ગણી શકાય તે. તથા (૨) એક સુઝુકી કંપનીની સફેદ કલરની એક્સેસ ૧૨૫ સી.સી. કે જેની આગળ-પાછળ નંબર પ્લેટની જગ્યાએ કાળા,
કલરની પ્લેટમા “મેલડી સરકાર” વિગેરે લખાણ લખેલ છે. જેનો એ.નં- AF218206779 તથા ચે.નં MB8DP12PLR8CS3014 નો છે. જેની હાલની અંદાજીત કિં.રૂ.૪૫,૦૦૦/- ની ગણી શકાય તે તથા (૩) એક સુઝુકી કંપનીની કાળા કલરની બર્ગમેન કે જેની આગળ-પાછળ નંબર પ્લેટ લગાવેલ નથી. જેનો એ.નં-AF213953591 તથા ચે.નં-M88EA115BS8107769 નો છે. જેની હાલની અંદાજીત કિં.રૂ.૯૬,૦૦૦/- ના મત્તાની ની ગણી શકાય તે તથા (૪) અલગ-અલગ નંબર પ્લેટો નંગ-૦૬ કિં.રૂ.૦૦/- મળી કુલ્લે રૂ.૦૨,૦૧,૦૦૦/- ના મત્તાનો મુદ્દામાલ આ કામના આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ છે.

આરોપીની એમ.ઓ:-

આ કામનો આરોપી પોતાના ઘરેથી ચાલતો નિકળતો હતો અને સુઝુકી કંપનીના નવા ટુ-વ્હીલરની રેકી કરી ડુપ્લીકેટ ચાવી વડે લોક ખોલી ચોરી કરતો અને ચોરી કરેલ ટુ-વ્હીલરની નંબર પ્લેટો કાઢિ પોતાના ઘરે સંતાડી રાખતો હતો.

સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી-

પો.સબ.ઇન્સ. આર.જી.ચૌધરી તથા હે.કો. જયરાજસિંહ હરિસિંહ બ.નં-૪૪૦૭ તથા પો.કો. જયવિરસિંહ રાજુભા બ.નં-૧૦૩૮૫ તથા પો.કો. સહદેવસિહ જેઠીભા બ.નં-૩૫૧૫ તથા પો.કો. હરપાલસિંહ વિરભદ્રસિંહ બ.નં-૯૫૬૨ તથા પો.કો. જયદિપસિંહ નિકુલદેવસિંહ બ.નં-૬૪૬૫ તથા પો.કો. રામશીભાઇ જેઠાભાઇ બ.નં-૬૯૨૩।


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here