નિકોલ પો.સ્ટે.નો રિક્ષા ચોરીનો અનડિટેક્ટ ગુનો ગણતરીની કલાકોમા શોધી કાઢતી બાપુનગર પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફની ટીમ

0
13

અમદાવાદ,ગુજરાત।પોલીસ કમિશ્નર અમદાવાદ શહેર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૦૨ સાહેબ નાઓ દ્વારા મિલ્કત સબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધવા સારૂ આપેલ સુચના આધારે ના.પો.કમિ.શ્રી ઝોન-૫ તથા મ.પો.કમિશ્રી “એચ” ડીવીઝન અમદાવાદ શહેર નાઓ તરફથી મળેલ સુચના આધારે બાપુનગર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.જી.ખાંભલા સાહેબના માર્ગદર્શન હેઠળ બાપુનગર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોર્ડના પો.સબ.ઇન્સ. આર.જી.ચૌધરી નાઓ સર્વેલન્સ સ્કોડના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. જયવિરસિંહ રાજુભા બ.ન-૧૦૩૮૫ તથા પો કો. જયદિપસિંહ નિકુલદેવસિંહ બ.નં-૬૪૬૫ તથા પો.કો. રામશીભાઈ જેઠાભાઈ બ.નં- ૬૯૨૩ નાઓને મળેલ બાતમી હકિકત આધારે ગુલાબ સ/ઓ રામચંદભાઇ હોલાભાઇ પટ્ટણી ઉ.વ-૩૨ હાલ રહે- પાટણનગર, લીલાનગર, ખોડિયારનગર પાસે, નિકોલ, અમદાવાદ. મુળ વતન:- પાર્વતીપુરા, હિંગાળજ માતા રોડ, સિધ્ધપુર પાટણ નાને ભારતીય નાગરીક સુરક્ષા સંહીતાની કલમ-૩૫(૧)(ઇ) મુજબ તા-૩૧/૦૭/૨૦૨૫ ના કલાક-૨૦/૨૦ વાગે પકડી અટક કરી તેની પાસેથી હી એક બજાજ કંપનીની ઓટો રિક્ષાનો રજી. નં- GJ-27-WA-8334 ની કે જેનો એ.નં- AZXWSB14288 તથા ચે.નં-MD2847BX1SWB33542 નો છે. જે રિક્ષાની હાલની અંદાજીત કિં.રૂ.૭૦,૦૦૦/- ના મત્તાની ગણી શકાય તે ભારતીય નાગરીક સુરક્ષા સંહીતાની કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી નિકોલ પો.સ્ટે. પાર્ટ “એ” ગુ.ર.નં-૧૧૧૯૧૦૧૫૨૫૦૪૭૧/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા સને ૨૦૨૩ ની કલમ- ૩૦૩(૨) મુજબનો અનડિટેક્ટ ગુન્હો ગુનો શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.

પકડાયેલ આરોપીઓના ગુનાહીત ઇતિહાસની માહીતી :-

> આ કામના આરોપી ગુલાબ સ/ઓ રામચંદભાઇ હોલાભાઇ પટ્ટણીની વિરૂધ્ધમા નિચે મુજબા ગુનાઓ દાખલ થયેલ છે.

(૧) સિધ્ધપુર પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૦૨૧૧૧૨૮ ધી ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ (૨) સિધ્ધપુર પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૦૨૧૧૦૦૯ ધી ઇ.પી.કો. કલમ-૩૭૯,૧૧૪ મુજબ (૩) સિધ્ધપુર પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧ ૭૦૩ ૦૨ ૧૦૮૮૩ ધી ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ (૪) સિધ્ધપુર પો.સ્ટે. ગુ.ર.નં-११२१७०३०२३०४४० જી.પી.એક્ટ કલમ- ૧૩૫ મુજબ (૫) સિધ્ધપુર પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧ ૭૦૩ ૦૨ ૨ ૦૪૭૪ ઘી ઇ.પી.કો. કલમ- ૩૨૪,૫૦૬(૨),૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ.

સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-

પો.સબ ઇન્સ. આર.જી.ચૌધરી તથા એ.એસ.આઇ. જયદિપભાઇ મેલાભાઈ બ.નં- ૧૩૦૨૦ તથા એ.એસ.આઇ. ચિરાગકુમાર ચંદુભાઇ બ.નં-૧૩૦૭૨ તથા પોકો. જયવિરસિંહ રાજુભા બ.નં- ૧૦૩૮૫ તથા પોકો. જયદિપસિંહ નિકુલદેવસિંહ બ.નં- ૬૪૬૫ તથા પો.કો. રામશીભાઈ જેઠાભાઈ બ.નં-૬૯૨૩ તથા પો.કો. લાલજીભાઇ મોહનભાઇ બ.નં-૧૨૭૩૯ તથા પો.કો. ગિરીરાજસિંહ ગોવુભા બ.નં-૫૨૬૧


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here