આનંદનગર પોલીસ સ્ટેશનમાં ડુપ્લીકેટ પોલીસના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઝોન-૭ એલ.સી.બી

0
25

અમદાવાદ। શહેર પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ સાહેબ નાઓના હુકમથી તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭, શિવમ વર્મા સાહેબ નાઓની સુચના તથા સીધા માર્ગદર્શન હેઠળ ઝોન-૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં મિલકત સબંધી અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સારૂ તેમજ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા આપેલ માર્ગદર્શન તથા સુચના આધારે ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર વાય.પી.જાડેજા તથા સ્ટાફના હેડ.કોન્સ.નશરૂલ્લાખાન હબીબખાન બ.નં.૯૭૧૦ તથા હેડ.કોન્સ શકિલમહમદ ઝહિરમીયા બ.નં.૩૪૭૫ તથા હેડ.કોન્સ.અજીતસિંહ પ્રભાતસિંહ બ.નં.૪૧૨૮ તથા પો.કોન્સ.ઇરફાન કાસમભાઇ બ.નં.૮૮૭૪ નાઓ સાથે ઝોન-૭ કાર્યક્ષેત્ર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ.કોન્સ. નશરૂલ્લાખાન હબીબખાન તથા હેડ.કોન્સ શકિલ મહમદ ઝહિરમીયા તથા પો.કોન્સ ઇરફાન કાસમભાઈ નાઓને મળેલ સંયુકત ખાનગી બાતમી આધારે આનંદનગર પોલીસ સ્ટેશનના ડુપ્લીકેટ પોલીસના ગુનાના નાસતા ફરતા આરોપી મોહમદ સોહેલ આફતાબ આલમ શેખ ઉ.વ.૨૯ રહે. અજીમપાર્ક, કાઝી મસ્જીદની બાજુમાં, ફતેવાડી વેજલપુર અમદાવાદ શહેરનાને પકડી સદરી ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરી તારીખ-૨૫/૦૬/૨૦૨૫ આનંદનગર પોલીસ સ્ટેશન ખતે સોપવામાં આવેલ છે!

વોન્ટેડ ગુનાની વિગત:-

આનંદનગર પોલીસ સ્ટેશન પાર્ટ-એ.ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૧૨૫૦૧૩૦/૨૦૨૫

ધી ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૨૦૪, ૩૦૮(૫). ૨૯૬(ખ), ૫૪ મુજબ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here