પશ્ચિમ રેલવે ના અમદાવાદ મંડળ પર રેલવે હોસ્પિટલ સાબરમતી માં વિશ્વ રક્તદાન દિવસના ઉપલક્ષમાં રેડ ક્રોસ અમદાવાદ ના સહયોગ થી 15 જૂન 2024 ના રોજ રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.હતું. જેનો શુભારંભ મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા દ્વારા કરવાંમાં આવ્યો.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા એ આ અવસર પર જાતે રક્તદાન કર્યું તથા દરેક ને રક્તદાન કરવા અપીલ પણ કરી. તેમણે તેમના સંબોધનમાં કહ્યું કે રક્તદાન ના ફક્ત જરૂરતમંદ દર્દીઓ નો જીવ બચાવી શકે છે પરંતુ આ એક મહાન સામાજિક કાર્ય પણ છે. આપની થોડીક મદદ કોઈનો જીવ બચાવી શકે છે. રક્તદાન કરીને તમે તમારા સામાજિક જવાબદારી ને પુરી કરી શકો છો અને એક નેક કાર્ય માં સહભાગી બની શકો છો.
આ શિબિરમાં મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા , અપર મંડળ રેલ પ્રબંધક શ્રી દયાનંદ શાહુ, વરિષ્ઠ મંડળ યાંત્રિક એન્જિનિયર ડીઝલ શેડ સાબરમતી શ્રી અશોક કુમાર, વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત શ્રી બિનોદ કુમાર સહીત મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું. આ અવસરે રેલ સુરક્ષા બળ ના સૈનિકોએ ઉત્સાહપૂર્વક આ નેક કાર્યમાં ભાગ લીધો.રેડક્રોસ અમદાવાદ ના સહયોગથી આ અવસરે 50 યુનિટ બ્લડ જમા કરવામાં આવ્યું